BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

બોડેલી જબુગામ રાત્રી દરમિયાન રોયલ્ટી વિનાની આઠ ગાડીઓ ખનીજ વિભાગ એ ઝડપી પાડી હતી સીઝ કરી 21 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.

“ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો રાત્રી દરમિયાન રોયલ્ટી વિનાની આઠ ગાડીઓ ખનીજ વિભાગે સીઝ કરી હતી”

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ એસ આર પેટ્રોલ પંપ ની સામે આવેલી લીઝ માં ગેર કાયદેસર સફેદ રેતી નો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમી છોટાઉદેપુર ખનીજ વિભાગને અંગત બાતમી દાર દ્વારા મળી હતી ત્યારે ખનીજ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી ત્યારે ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે એક રેતી ભરેલું ડમ્પર બ્રેક ડાઉન થતા બીજી અન્ય ગાડીઓ રોકાઈ જવાના કારણે લાંબી કતાર લાગી ગઈ હતી. તેમાં છોટાઉદેપુર ખનીજ વિભાગ ની ટીમે વધુ તપાસ કરતા તેમાં આઠ જેટલી રેતી ભરેલી ગાડીઓ રોયલ્ટી પાસ વિનાની મળી આવતા ખનીજ વિભાગે સીઝ કરી ૨૧ લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ખનીજ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ લીઝ માં માપણી કરવામાં આવશે જો કોઈ પ્રકારની ક્ષતિ જણાય આવશે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે ૧૮/૧૦/૨૦૨૩ ના રાત્રી દરમિયાન રોયલ્ટી વિનાની આઠ ગાડીઓ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પકડેલી ગાડીઓ (1)GJ-21-Y8910(2)GJ-16 AU7862(3)GJ-16-AU5444 (4)GJ-05-BZ-9576 (5)GJ-21-W-7194(6)GJ-15-A T-7009 (7)GJ-07-YZ-6807(8)GJ-06-BT 4162 આ તમામ ગાડી ને ખનીજ વિભાગ ની ટીમે સીઝ કરી દેવામાં આવી હતી અને દંડ ફટકારવામાં આવતા સફેદ રેતી નો કાળો કારોબાર કરતા ખનીજ માફિયા ઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો…

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button