
વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
રિપોર્ટ -અનીશ ખાન બલુચી
ડ્રાંઇવિંગ લાઇસન્સ રજીસ્ટ્રેશન તેમજ ટ્રાફિક આવેરનેસ કેમ્પ નું આયોજન.
કેવડિયા કોલોની ખાતે આજે ડ્રાઇવિંગ લાઇસન્સ રજીસ્ટ્રેશન અને ટ્રાફિક અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું આયોજન જીવનયોગ અભિયાન જિલ્લા ટ્રાફિક કેવડીયાના સહયોગથી કરવામાં આવ્યું.
મુખ્ય મહેમાન કેવડિયા ટ્રાફિક પીઆઈ ગામીત સાહેબ નર્મદા જિલ્લા આરટીઓ અધિકારી ગોહિલ સાહેબ જીવનયોગ અભિયાનના સંચાલક ડૉ.ગોહિલ સાહેબ અને સામાજિક કાર્યકર સોહેલ મેમણ આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા.
નર્મદા જિલ્લા પોલીસ તથા જીવન યોગ અભિયાન કેવડિયા ઘ્વારા લાઇસન્સ રજીસ્ટેશન અને ટ્રાફિક આવેરનેસ કેમ્પ નું નવી બિલ્ડીંગ પાસે આયોજન કરવામા આવ્યુ હતું હતું એમા કેવડિયા કોલોની અને આજુબાજુ વિસ્તારના મોટી સંખ્યા માં યુવાનો લાયસન્સ નું રજીસ્ટ્રેશન કરાવવા ઉમટી પડ્યા હતા.
કેવડીયા ટ્રાફિક પી.આઈ ગામીત સાહેબે આવનાર યુવાનોને ટ્રાફિકના નિયમોના અવેરનેસ બાબતે માર્ગદર્શન આપ્યું. કે તમેજો ટુ-વ્હીલર ફેરવતા હો તો આપની પાસે લાઇસન્સ હેલ્મેટ ગાડીના કાગળો પીયુસી આરસીબુક તેમજ વિમાની કોપી અવશ્ય સાથે રાખવી.