
જંબુસર ના વતની અને આર્મેનિયા મા આવેલ આર્મેનિયન રશિયન યુનિવર્સિટી મા રેકટર તરીકે કાર્યરત ડો.ફેઝાન ઈમ્તિયાઝ બાલાવાલા ના નેતૃત્વ હેઠળ ૧૧૮ ભારતીય વિધાર્થીઓ એ એમ.બી.બી.એસ ડોકટર ની પદવી હાંસલ કરી. તેઓના નેતૃત્વ હેઠળ ભારતીય વિધાર્થીઓ એ સફળતા પુર્વક સિધ્ધી હાંસલ કરતા વિધાર્થીઓ ડો.ફેઝાન બાલાવાલા પ્રત્યે ગર્વ ની લાગણી અનુભવી રહ્યા છે.
ભરૂચ જીલ્લા ના જંબુસર ના વતની ડો. ફૈઝાન ઈમ્તિયાઝ બાલાવાલા કે જેઓ એ રશિયાની ટ્વેર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી રેડિયોલોજિસ્ટ તરીકેની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. અને છેલ્લા એક વર્ષથી આર્મેનિયા માં આવેલ આર્મેનિયન રશિયન ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં રેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. અને તેઓ ખૂબ જ સારુ કામ કરી રહ્યા છે.તાજેતરમાં તેમના નેતૃત્વ હેઠળ ૧૧૮ વિદ્યાર્થીઓ પોતાની MBBS ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ડો.ફેઝાન ઈમ્તિયાઝ બાલાવાલા ફકત ૨૭ વર્ષના છે.અને વિશ્વના સૌથી યુવા રેક્ટરનું બિરુદ પણ ધરાવે છે.આટલી નાની ઉંમરમાં આટલું સારું કામ કરી ને સમગ્ર જિલ્લા સહિત ગુજરાત તથા દેશ નું નામ રોશન કર્યુ છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 












