GUJARATLUNAWADAMAHISAGAR

પી એન પંડ્યા કોલેજ લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો મહિલાઓ માટેનો ઔધોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

આજ રોજ તા.૦૯/૦૧/૨૦૨૪ ને “બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતર્ગત જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મહિલા અને બાળ અધિકારી કચેરી મહીસાગર દ્વારા જિલ્લા કક્ષાનો મહિલાઓ માટેનો ઔધોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન પી.એન.પંડયા આર્ટસ,કોમર્સ અને સાયન્સ કોલેજ લુણાવાડા, મહીસાગર ખાતે આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કુલ ૧૨ જેટલી ઔધોગિક સંસ્થાઓ બહેનોને રોજગાર આપવા ઉપસ્થિત રહેલ હતા. સદરહુ રોજગાર મેળામાં કુલ:- ૩૨૦ જેટલી મહિલાઓ રોજગાર મેળવવા સહભાગી થઈ મૌખીક ઇન્ટરવ્યુ લેવામાં આવેલ, તેમજ આ રોજગાર મેળામાં દહેજ પ્રતિબંધક અધિકારી બેન્ક મેનેજર (બરોડા સ્વ-રોજગાર બેન્ક) કોલેજના પ્રિન્સિપાલ DHEW સ્ટાફ , જિલ્લા રોજગાર કચેરીનો સ્ટાફ તેમજ વિવિધ કંપનીઓમાંથી આવેલ ઓફિસર હાજર રહી રોજગાર લક્ષી અને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવેલ.

[wptube id="1252022"]
Back to top button