GUJARAT

દેડિયાપાડા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ મતદારોને જાગૃત કરાયા

દેડિયાપાડા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ મતદારોને જાગૃત કરાયા

તાહિર મેમણ : ડેડીયાપાડા – 04-03-2024- લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી સહિત નાગરિકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સહપરિવાર મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. દેડિયાપાડા બીઆરસી ભવન ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને પીડબ્યુડી નોડલ અધિકારી શ્રી બી.જે.પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા દિવ્યાંગ નાગરિકોને ચૂંટણીના મહત્વ વિશે લોકશાહી પ્રક્રિયામાં મતદાતાએ રાજા છે, લોભ લાલચ વગર નિર્ભય બની મતદાન કરી ‘ચૂનાવ પર્વ, દેશ ગર્વ’ થીમ આધારિત સમજાવીને માર્ગદર્શિત કર્યા હતા. ઉપરાંત, સો ટકા મતદાન જાગૃતિના શપથ લેવડાવ્યા લેવડાવ્યા હતા. અમે અવશ્ય મતદાન કરીશું તેવો દ્રઢ સંકલ્પ કરાયો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button