વડગામ ના મગરવાડા તિર્થસ્થાને કુ. મુમુક્ષુરત્ન કશિશ સુરેશકુમારનો ભવ્યાતિભવ્ય દિક્ષા ગ્રહણ સમારોહ નો શુક્રવારે શુભારંભ થયો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શ્રીમતી ફાલુબાઈ અમીચંદજી ઉમાજી શ્રીવંતા સોલંકી પરિવાર સિરોડી-અમદાવાદ-પુના દ્વારા કુ. મુમુક્ષુરત્ન કશિશ સુરેશકુમાર દિક્ષા મહોત્સવ માં વિમલ ગચ્છાધિપતિ અ.ભ.શ્રી પ્રદ્યુમ્નવિમલસૂરીશ્વરજી મ.સા.આદિથાણાકલ્યાણ હાજરી મગરવાડા યાત્રાધામના સ્થાપક પં. વર્તમાન ગાદીપતિ યતિશ્રી વિજય સોમજી મ.સા. કલ્યાણ માતાવનપી.પી.ત્રિલોચનશ્રીજી M.Sc., P.P. હર્ષપૂર્ણાશ્રીજી મ.સા. મહાન તપસ્વી રત્ન પી.પી. સંયમપૂર્ણાશ્રીજી મ.સા.પરમ ઉપકારી પી.પી. વિદુષી સા.શ્રી મુક્તિપ્રિયાશ્રીજી મ.સા.કલ્યાણ સંયમ વૃંદાવન સહિત સાધુ ભગવંતો ની વિશેષ ઉપસ્થિત માં મગરવાડા મંદિરે થી ગરવાડા ગામ માં કુ. મુમુક્ષુરત્ન કશિશ સુરેશકુમાર ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ઉપરાંત દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થયાં હતાં.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.