
કલેકટર એમ.નાગરાજને મોઢેરા ખાતેથી મચ્છર જન્ય રોગ અટકાયતી ડ્રોન સર્વે અને દવા છંટકાવવાનું નિરીક્ષણ કર્યું 
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ અને અટકાયતી પગલા કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર વિવિધ પગલાં ભરી રહ્યું છે જે પૈકી ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરો ઉત્પત્તિ સ્થળો શોધવા અને નાબૂદી કાર્યક્રમના નવતર પ્રયોગ રૂપે ડ્રોન દ્વારા ખુલ્લા સ્થાનો તેમજ ઉત્પત્તિ ના સાધનો ની ચકાસણી તેમજ દ્વારા દવા છંટકાવનું કામગીરી કરી રહી છે. જેનું કલેકટર એમ.નાગરાજને મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના મોઢેરા ગામે હવામહેલ ખાતેથી ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થળો શોધવા અને દવા છંટકાવ ની કામગીરીને અવલોકન કરીને તે અંગે વિગતે માહિતી મેળવી હતી તેમજ આ તકે તેમણે જણાવ્યું હતું કે,” મચ્છરજન્ય રોગ અટકાયત માટે જિલ્લા પંચાયત મહેસાણા નવતર પ્રયોગ કરી રહી છે જ્યાં માણસ ના પહોંચી શકે ત્યાં ધન દ્વારા એવા ખુલ્લા સ્થળો ને શોધવા તેમજ ડ્રોન દ્વારા દવા છંટકાવ કરીને મચ્છરજન્ય રોગોની નાબૂદી કરવાનોછે .જિલ્લા માં મોઢેરા ખાતેનો આ ગ્રામ્ય વિસ્તાર માં પ્રથમ પ્રયોગ છે. કલેક્ટર એ વધુમાં જણાવ્યું હતું કે,” જિલ્લાના અન્ય વિકાસ કામોમાં પણ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વિચારણા થઈ રહી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશભાઈ કાપડિયાએ બેચરાજી તાલુકામાં ઝોન દ્વારા થયેલ કામગીરી અને થનાર કામગીરી માટે કલેકટરશ્રી ને અવગત કર્યા. હતા મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ માટેના ડ્રોન સર્વે અને દવા છંટકાવના ભાગરૂપે બેચરાજી તાલુકામાં બહુચરાજી બાદ શંખલપુર અને મોઢેરા ખાતે કામગીરી કરાશે એમ તાલુકા આરોગ્ય અધિકારી ડો.કૌશિકભાઇ ગજ્જરે જણાવ્યું હતું.મોઢેરા ગામ ખાતે રેતીયા પથ્થર થી બનેલ હવામહેલ છ ભીંત સ્તંભો અને બાર આધાર છત સ્તંભ થી આધારિત ભૌતિક માટી તેમજ જાલી કલા અને કીચકયુક્ત નકારીથી રક્ષિત સ્મારક ની વિશેષતા ધરાવે છે. આ સ્થળે કરાયેલા ડ્રોન પ્રયોગ સમયે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશભાઈ કાપડિયા,તાલુકા વિકાસ અધિકારી જયદીપભાઇ પટેલ, મેડિકલ ઓફિસર ડો. સંદીપ પટેલ તાલુકા પંચાયત પસદસ્ય ભરતભાઈ ડાભી તેમજ ગ્રામ જનો – સ્થાનિકો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા





