
મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ ઇમામ હુસૈન ની યાદમાં મનાવવામાં આવે છે આ બલિદાન નો દિવસ છે જેમાં ઇમામ હુસેન તેમના ૭૨ સાથીઓ સાથે કરબલાના મેદાનમાં સત્ય માટે શહાદત વહોરી હતી. ત્યારે સમગ્ર વિશ્વ ભરમાં દસમી મોહ૨મને મુસ્લિમ સમાજ ના લોકો દ્વારા મનાવવામાં આવે છે. ત્યારે સેવાકીય સંસ્થા મોહસીને આઝમ મિશન સાધલી નાં યુવાનો દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને ફુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાકીય સંસ્થા મોહસીને આઝમ મિશનના વડા સૈયદ હસન અશકરી સાહેબ નાં આદેશ અનુસાર સાધલી શાખા દ્વારા મોહરમની ઉજવણી કરાઇ હતી. વાત કરીએ તો મોહરમ બલિદાન અને ત્યાગ નો મહિનો છે. મોહસીને આઝમ મિશન સાધલી શાખા દ્વારા સાધલી ખાતે આવેલ વિઘ્નહરા હોસ્પિટલ.સેગવા ખાતે આવેલ દેવ હોસ્પિટલ તેમજ ફોફડિયા હોસ્પિટલ માં દાખલ દર્દીઓને ફ્રૂટ તેમજ બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
ફૈઝ ખત્રી…શિનોર
[wptube id="1252022"]