
આસીફ શેખ લુણાવાડા
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
સરકારની કલ્યાણકારી યોજનાઓનો ૧૦૦ ટકા નાગરિકો લાભ મેળવે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે-ગામ ફરી રહી છે: મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર
મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી મહીસાગર જિલ્લાના લુણાવાડા જવાહર ગાર્ડન ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં અને પંચમહાલ સાંસદ પ્રેરક ઉપસ્થિતિ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. લુણાવાડા ખાતે યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સરકારની વિવિધ યોજનાના સ્ટોલ્સ દ્વારા ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
મંત્રીએ ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, દેશનો કોઈ પણ નાગરિક સરકારની જનકલ્યાણકારી કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય માટે સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે. છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશી રહી છે. સરકારની યોજનાઓ આમ જનતા માટે બની છે, જેથી વધુમાં વધુ લોકોએ તેનો લાભ લેવો જોઈએ.
સરકારની કલ્યાણકારી યોજનાઓનો ૧૦૦ ટકા નાગરિકો લાભ મેળવે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે-ગામ ફરી રહી છે એમ જણાવી વધુમાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનએ ઝીરો બેલેન્સમાં જનધન યોજના થકી નાના લોકોને બેન્કિંગ સેવા પૂરી પાડવાના સંકલ્પ સાથે દેશભરમાં ૫૦ કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાં રૂ.બે લાખ કરોડની ડિપોઝીટ જમા થઈ છે. જે ભારતના વિકાસને વેગ આપવામાં મોટું યોગદાન આપી રહી છે.
સાંસદે જણાવ્યું હતું કે, પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પુરી પાડવા તેમજ જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભાન્વિત કરવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આગવું માધ્યમ બની છે. સરકારે ગરીબ-મધ્યમવર્ગીય નાગરિકોના જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલાવી ગંગાસ્વરૂપા, કિસાન સન્માન નિધિ, શિષ્યવૃત્તિ સહાય જેવી અનેક આર્થિક સહાય કોઈ પણ વચેટિયા વિના સીધા બેંક ખાતામાં જ આપવાની પારદર્શી વ્યવસ્થા કરી છે. તેમણે આ યાત્રાથી લોકોને ઘરઆંગણે વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવતા હોવાનું યોજનાઓના બાકી રહેલા લાભાર્થીઓ સત્વરે યાત્રાની જનસેવાનો લાભ ઉઠાવે એમ કહ્યું હતું.
આ પ્રસંગે મંત્રી, મહાનુભાવોને હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું. સાથે ઉપસ્થિત સૌએ આત્મનિર્ભર ભારત અને વિકસિત રાષ્ટ્રનિર્માણની પ્રતિજ્ઞા લીધી હતી.









