GUJARATIDARSABARKANTHA

વિજયનગર તાલુકાના કાથરોટીમાં વિકાસ કમિશનરશ્રી સંદિપકુમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

***

વિવિધ યોજાનાકીય લાભાર્થીઓને લાભનું વિતરણ કરાયું

*****

સાબરાકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કાથરોટીના પંચવટી કંપા ખાતે વિકાસ કમિશનરશ્રી સંદિપકુમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. કાથરોટીના પંચવટી કંપા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓની માહિતી ગામે ગામે પહોંચે અને વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા 26 જાન્યુઆરી સુધી ગામે ગામ ભ્રમણ કરશે. જેના પ્રથમ દિવસે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા વિજયનગરના કાથરોટી અને કાલવણ ખાતે પહોંચી હતી.

આ કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિડિઓ સંદેશ નિહાળ્યો હતો.સૌ ગ્રામજનોએ ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ યોજનાકીય લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓ દ્વારા મેરી કહાની, મેરી જુબાની થીમ હેઠળ પોતાની સફળ ગાથાઓ રજૂ કરી હતી.મહાનુભાવોના હસ્તે “તંદુરસ્તી સાથે” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા ધરતી કરે પુકાર થીમ ઉપર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નેનો યુરિયાના છંટકાવ માટે ડ્રોનનું ડેમોટ્રેશન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ, રસીકરણ ઝુબેશનું આયોજન કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભારતીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા વિવિધ પદાધિકારીઓશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button