GANDHIDHAMKUTCH

ગાંધીધામ તાલુકામાં N.M.M.S ( નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ) માં ગળપાદર ગામની શ્રી ગાયત્રી કૃપા સોસાયટી પ્રાથમિક શાળાના ધોરણ – 8ના ત્રણ બાળકો મેરીટમાં આવ્યા

1 – એપ્રિલ.

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ગાંધીધામ કચ્છ :- દર વર્ષે ગુજરાત રાજ્યમાં ધોરણ – 8 માં N.M.M.S ( નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ) ની પરીક્ષા યોજવામાં આવે છે. જેમાં કચ્છ જિલ્લામાંથી 190 બાળકો મેરીટમાં લેવાના હતા. અને આ N.M.M.S ની પરીક્ષામાં મેરીટમાં આવતા બાળકોને સરકાર શ્રી તરફથી વર્ષના 12000/- રૂપિયા એમ 4 વર્ષ સુધી આ રૂપિયા મળે છે. એમ આ N.M.M.S ની પરીક્ષામાં મેરીટમાં આવનાર બાળકને 4 વર્ષમાં કુલ 48000/- રૂપિયા સરકાર શ્રી તરફથી મળે છે.એમ આ વર્ષે 2022/23 માં ગાંધીધામ તાલુકામાંથી ઘણા બધા બાળકોએ આ N.M.M.S ની પરીક્ષા આપી હતી. તેમાંથી ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામની સરકારી પ્રાથમિક શાળા શ્રી ગાયત્રી કૃપા સોસાયટી પ્રાથમિક શાળાના 3 બાળકો મેરીટમાં આવ્યા છે.જેમાં

(1).- જોશી પૃથ્વી વિષ્ણુંભાઈ

(2). – ચૌધરી નીમા રામરત્નભાઈ

(3). – ભીલ સુરેશ ખાનજીભાઈ.

આ ત્રણ બાળકો N.M.M.S (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ) પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ ઉતીર્ણ થઈ મેરીટમાં સ્થાન મેળવી શ્રી ગાયત્રી કૃપા સોસાયટી પ્રાથમિક શાળાનું, પોતાના માતા – પિતાનું, પોતાના સમાજનું અને ગળપાદર ગામનું નામ રોશન કરવા બદલ અને ગૌરવ વધારવા બદલ શ્રી ગાયત્રી કૃપા સોસાયટી પ્રાથમિક શાળા પરિવાર હર્ષની લાગણી સાથે તમામ બાળકોને અભિનંદન પાઠવે છે તેમજ આમ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી ગાયત્રી કૃપા સોસાયટી પ્રાથમિક શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button