GUJARAT

Rajkot: પડધરીના ઈશ્વરીયા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ

તા.૪/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

બાળાઓએ સાંસ્કૃતિક કૃતિ દ્વારા પર્યાવરણને બચાવવાનો સુંદર સંદેશ આપ્યો

Rajkot: રાજયભરમાં ભ્રમણ કરી રહેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો રથ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઈશ્વરીયા પ્રાથમિક શાળા ખાતે આવી પહોંચ્યો હતો, જેનું ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું.

ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ આ પ્રસંગે કહ્યું હતું કે, દેશના તમામ વિસ્તારોની ખાસિયતોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ યાત્રાની સાથે વર્ષ ૨૦૪૭માં આઝાદીના ૧૦૦ પૂર્ણ થાય ત્યાં સુધીમાં સમગ્ર દેશને “વિકસિત ભારત” તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા સરકારની તમામ યોજનાઓના લાભાર્થીઓને મળવાપાત્ર લાભો તેમના ઘર આંગણા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

આત્મનિર્ભર ભારત, મેઈક ઈન ઈન્ડિયા, મેઈડ ઈન ઈન્ડીયા, સ્ટાર્ટ અપ ઈન્ડીયા, સ્ટેન્ડ અપ ઈન્ડીયા જેવા અનેક અભિયાન થકી આપણો દેશ આજે નિકાસના ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યો છે, તેમ ધારાસભ્યશ્રી દેથરિયાએ કહ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવચૌધરીએ આ યાત્રાનો આશય અને રૂટની વિગતો સ્પષ્ટ કરી હતી.

ઉપસ્થિતોએ “સંકલ્પ હી સાહસ, સંકલ્પ હી સેવા, સંકલ્પ હી તાકાત, સંકલ્પ હી જ્યોતિ” ની થીમ આધારીત ફિલ્મ નિહાળી હતી.

‘મેરી કહાની મેરી જુબાની ‘ થકી વિવિધ યોજનાના લાભાર્થીઓએ મેળવેલ લાભો વર્ણવ્યા હતા. ઈશ્વરીયા પ્રાથમિક શાળાની બાળકીઓએ “ટીક ટીક ટીક, પ્લાસ્ટીક ટીકના પાયેગા” ગીત દ્વારા પર્યાવરણને બચાવવાનો સુંદર સંદેશ આપ્યો હતો.

વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગ્રામજનોને સન્માનીત કરાયા હતા. મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડ સહિત અન્ય યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. ઈશ્વરીયા ગ્રામ ઓ.ડી.એફ પ્લસ સ્ટેટસ, જલ જીવન મિશન લાભો સહિતના કામોની સિદ્ધિઓ માટે સરપંચ શ્રી ભાનુબેન છાસીયાને પ્રશસ્તિપત્ર અને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ ગ્રામજનો અને મહાનુભાવો દેશને સુશિક્ષિત અને વિકસિત કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ વિવિધ સેવા સેતુઓના તમામ સ્ટોર્સની મુલાકાત લીધી હતી.

ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવચૌધરી સહિત ઉપસ્થિતોએ ઈશ્વરીયા પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું.

આ તકે અગ્રણી શ્રી રોહિતભાઈ ચાવડા, શ્રી દિનેશભાઈ શિંગાળા, શ્રી વલ્લભભાઈ વેકરીયા, શ્રી હેતલબેન ચાવડા, શ્રી દિલીપભાઈ સોનારા, શ્રી બટુકભાઈ બાંભવા શ્રી શૈલેષભાઈ ગજેરા, શ્રી રંજનબેન મુંગલપરા, શ્રી જગદીશભાઈ મુછડીયા, શ્રી મહેશભાઈ અકબરી, શ્રી છગનભાઈ વાંસઝાળીયા, મામલતદાર શ્રી ચુડાસમા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ભીમાણી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ગોરીયા સહિત ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button