વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
ડાંગ જિલ્લાનાં જામાલા ગામમાં ગેરકાયદેસર દારૂના જથ્થાની ખેપ મારતો ખેપિયો ઝડપાયો,42 હજારનો મુદ્દામાલ જપ્ત..
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં જામાલા નાકા પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહી હતી.ત્યારે એક્સેસ મોપેડ GJ -30-E- 5530 આવતા તેની તપાસ કરવામાં આવી હતી ત્યારે મોપેડ માંથી ભારતીય મહારાષ્ટ્ર બનાવટનો દેશી દારુ ટેંગો પંચ – નંગ 181 મળી આવી હતી, જેની કિંમત 12,670/- હોય.જે બાદ પોલીસે મોપેડ સવાર જશુભાઈ ધનજુભાઇ ભોયે (રહે. દેવલ પાડા આહવા તા.આહવા જી.ડાંગ)ની અટકાયત કરી હતી.તેમજ દારૂનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા 12,670/- તથા મોપેડ જેની કિંમત રૂપિયા 30,000/- હોય એમ મળી કુલ કિંમત રૂપિયા 42,670/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને આ અંગેની ફરિયાદ સુબીર પોલીસ મથકે નોંધી આગળની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે..









