Lakhani : ભીલડી પોલિસે ટાઉન વિસ્તારમાંથી પાર્લર પર હરબી જેવા કેફી પદાર્થ ની ૧૦૯૦ બોટલ ઝડપી પાડી

ભીલડી પોલિસે ટાઉન વિસ્તારમાંથી પાર્લર પર હરબી જેવા કેફી પદાર્થ ની ૧૦૯૦ બોટલ ઝડપી પાડી એફ.એસ.એલ માં મોકલી આપવા માટે કાર્યવાહિ હાથ ધરાઈ.
ગુજરાત માં જુદા જુદા જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારના ઠંડા પીણા ના પાર્લર પર આલ્કોહોલ યુક્ત પીણાં જેવા શંકાસ્પદ પ્રવાહી હર્બલ ટોનિક બોટલો માનવ જિંદગી જોખમાય એવી રીતે ગેર કાયદેસર વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસ મહાનિર્દેશક જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભૂજ કચ્છ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ની સુચના પ્રમાણે દીયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી. ટી. ગોહીલ અને સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કે. બી.પટેલ ના માર્ગદર્શન હેઠળ ભીલડી પીએસઆઈ એ.કે. દેસાઈ એ પોલીસ સ્ટાફ સાથે રાખી ને ભીલડી ટાઉન માંથી અંજની પાર્લર ના માલિક નરેશ રમેશભાઈ ચૌધરી રહે. જાડા તાલુકો દીયોદર જિલ્લો બનાસકાંઠા વાળા સામે જુદી જુદી કંપની ના માર્કો વાળી ૧૧૦૨ નંગ આલ્કોહોલ યુક્ત પીણાં ની શંકાસ્પદ પ્રવાહી ની બોટલો માનવ જિંદગી જોખમાય એવી રીતે ડ્રીંક તરિકે વેચાણ કરતા સી.આર.પી. સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી ને પાલનપુર ખાતે ફ્રુડ ઍન્ડ ડ્રગ વિભાગ ને મોકલવા તજવીજ હાથ ધરવામાં આવતા આવા કેફી પદાર્થ નું વેચાણ કરતા તત્વો માં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે હવે ભીલડી પોલિસે કડક પગલાં ભરી માનવ જિંદગી જોખમાય નહી એવા ઉમદા કાર્ય થી લોકો દ્વારા ખુબજ પ્રસંશા કરી હતી
ભરત ઠાકોર ભીલડી