NATIONAL

રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે

બદનક્ષીના કેસમાં મેજીસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠેરેલા આદેશમે 3 એપ્રિલે રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં પડકારી શકે છે. સુરતની મેજીસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને માનહાનીના કેસમાં દોષિત માની બે વર્ષની સજા ફટકારી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુરતની શેસન્સ કોર્ટ સમક્ષ રાહુલ ગાંધી મેજીસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારી શકે છે.
સુરતની મેજીસ્ટ્રેટ કોર્ટે ફટકારેલી સજા બાદ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદ પરથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા..3મી માર્ચે મેજીસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય દંડ સહિંતાની કલમ 499 અને 500  હેઠળ દોષિત જાહેર કર્યા હતાજોકે મેજીસ્ટ્રેટ કોર્ટે આદેશને ઉપલી કોર્ટમાં પડકારવા માટે રાહુલ ગાંધીને ફટકારેલી સજા પર 30  દિવસના જામીન આપ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button