
ટંકારાના ગ્રામ્ય પંથકમાંથી લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ

ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા ઇન્સ્ટાગ્રામ પર સુરજ ચૌધરી નામના એક યુવકના સંપર્કમાં આવી હતી અને બાદમાં સુરજ ચૌધરી નામનો શખ્સ સગીરાને ભગાડી લઇ ગયો હોવાની ધટના સામે આવતા પરિવારજનો ચિંતિત થયા હતા અને ટંકારા પોલીસમાં સગીરાએ માતા એ ઇન્સ્ટાગ્રામ આઈ ડી સુરજ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં સુરજ ચૌધરી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે બનાવની ગંભીરતા જાણીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]








