GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર પંથકના એક ગ્રામ્ય વિસ્તારમ માંથી 14 વર્ષીય સગીરા ગૂમ થયાની પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ

વિજાપુર પંથકના એક ગ્રામ્ય વિસ્તારમ માંથી 14 વર્ષીય સગીરા ગૂમ થયાની પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કોઈ એક ગ્રામ્ય વિસ્તાર માંથી કપડાં ધોવા ખેતરમાં આવેલ બોર ઉપર નીકળેલ 14 વર્ષીય સગીરા ઘેરે મોડા સુધી નહિ આવતા સગીરાના પિતાએ ઘણી શોધખોળ બાદ ગૂમ થઈ હોવાની પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગેના તાલુકા પંથકમાં અવાર નવાર બનતા બનાવો પૈકી કોઈ એક ગ્રામ્ય વિસ્તારની 14 વર્ષીય સગીરા પોતાના માતાપિતા ને ખેતરમાં બોર ઉપર કપડાં ધોવા માટે જાઉં છું કહી તા.27.મે 2024 ના રોજ સાંજના સમયે નીકળી હતી જે સગીરા મોડી રાત્રી સુધી ઘેર પરત નહીં આવતા પરિવાર જનો માં ભારે ચિતાઓ ઉભી થતા ખેતર તેમજ લાગતા વળગતા લોકોમાં તપાસ કરતા નહીં મળી આવતા સગીરા ના પિતા એ પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ અંગે કલમ 364 મુજબ ફરીયાદ નોંધી ગુમ થયેલ સગીરા ની શોધખોળ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button