BANASKANTHAPALANPUR

શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા યોજાનાર સમુહલગ્નોત્સવના નવયુગલોને પાનેતર તથા કંકોત્રી વિતરણ કરાઈ.

14 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણની પાવન ભુમીમાં શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા યોજાનાર સંવત ૨૦૭૯ ના વૈશાખ સુદ-૧૦ ને રવિવાર ના રોજ યોજાનાર ૧૯ માં સમુહલગ્નોત્સવના નવયુગલોને પાનેતર,બ્લાઉઝ ની સિલાઈ તથા કંકોત્રી વિતરણ રવિવાર ના રોજ બપોરે ૨ કલાકે જીવનધારા સોસાયટી ખાતે મંત્રી દશરથભાઈ ઘેલાભાઈ ગુર્જર (પ્રજાપતિ) ના નિવાસ સ્થાને શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ પુનાભાઈ પ્રજાપતિ,શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ એન.પ્રજાપતિ, સલાહકાર સભ્ય ઘેલાભાઈ લવજીભાઈ ગુર્જર (પ્રજાપતિ) ની ઉપસ્થિતિ પાનેતરના દાતા હરગોવાનભાઈ લવજીભાઈ પ્રજાપતિ કાકર સુપુત્ર દિનેશભાઈ પ્રજાપતિના વરદ હસ્તે તથા કન્યાઓના બ્લાઉઝ સિલાઈના દાતા ગં. સ્વ.વિમળાબેન કરશનભાઈ પ્રજાપતિ પાટણ ના સુપુત્ર નરોત્તમભાઈ પ્રજાપતિના હસ્તે વિતરણ કરવામાં આવેલ. ત્યારે પુનભાઈ પ્રજાપતિ એ પ્રાસંગિક પ્રવચન દ્વારા જણાવ્યું હતું કે આપણાં સમજે દૂધમાં જેમ સાકર ભળે તેમ એકબીજા સાથે ભળી હળીમળી સમૂહ લગ્ન પરીપૂર્ણ કરવા તથા પ્રજાપતિ સમાજ ને જ્યારે પણ એકબીજાના મદદની જરૂર પડે ત્યારે ખભેખભા મિલાવી સાથ સહકાર આપવા જણાવ્યું હતું.આ અંગે નટવરભાઈ પ્રજાપતિ ના જણાવ્યા અનુસાર આ પ્રસંગે દિનેશચંદ્ર જે.પ્રજાપતિ પ્રમુખ-શ્રી પાટણ જિલ્લા અખિલ ગુજરાત પ્રજાપતિ,નિલેશભાઈ ડી.પટવા એમ.ડી.ધી રણુંજ નાગરિક બેંક પાટણ,દિનેશભાઈ એન.પ્રજાપતિ બિલ્ડર,શિવાભાઈ પ્રજાપતિ અડીયા, રાજુભાઈ મફતલાલ પ્રજાપતિ,પ્રહલાદભાઈ પ્રજાપતિ રસોયા પાટણ સહિત પ્રભુતામાં પગલા માડનાર ૩૭ નવયુગલોના પિતા,વાલી, દાતાઓ,કારોબારી સભ્યો, હોદ્દેદારો, સલાહકારો, આજીવન સભ્યો હાજર રહ્યા હતાં.

[wptube id="1252022"]
Back to top button