
ડેડીયાપાડા નશા ની હાલત માં કોન્સ્ટેબલે કર્યું શરમજનક કામ

તાહિર મેમણ : ડેડીયાપાડા – 11/06/2024 – ડેડીયાપાડા ના લીમડાચોક વિસ્તારમાં આવેલા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરવસાવા ના કાર્યાલય પર એક ઇસમ નશાની હાલત મા પેશાબ કરી, ચૈતર વસાવા અને તેમના પરિવારજનો ને અભદ્ર ગાળો ભાંડતો હોવાની ઘટના સામે આવી હતી…
હાજર લોકોએ આ ઘટના જોઈ 100 નમ્બર પર કોલ કરી પોલીસ ને જાણ કરતા પોલીસે સદર ઈસમ ને પકડી ડેડીયાપાડા પોલીસ મથકે લઈ ગયેલ, ત્યાં પણ આરોપી એ ફરજ પર ના પોલીસ કર્મીઓ સાથે ગાળા-ગાળી કરી આખું પોલીસ મથક માથે લીધું હતું.. આ ઘટના ની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડેડીયાપાડા પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને MLA ચૈતર વસાવા ને પણ જાણ થતા તેઓ પણ આવી પહોંચ્યા હતા…
ત્યારે સદર નશા મા રહેલા ઇસમ ની ઓળખ હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંગ વસાવા રહે. પારસી ટેકરા ડેડીયપાડા અને એકતાનગર પોલીસ મથકે ફરજ બજાવતો હોવાનું માલૂમ પડ્યું હતું.
મોડી રાત્રે ધારાસભ્ય ચૈત્ર વસાવાના સહયોગી જગદીશ વસાવા દ્વારા આરોપી પોલીસ જવાન સામે ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસે આરોપી જવાન સામે ફરિયાદ નોંધી મેડિકલ એક્ઝામિનેશન સહિતની કામગીરી શરૂ કરી છે તેવી જાણકારી મળી રહી છે…
ત્યારે નર્મદા પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે થોડા દિવસ પહેલા સાગબારા પોલીસ મથકમાં કેટલાક આદિવાસી યુવકોને ઢોર મારવાની ઘટના હજી છે ત્યારે ફરી એકવાર નર્મદા પોલીસ જાની એરણ ઉપર છે…
હવે જોવાનું એ રહે છે કે નર્મદા પોલીસવડા આ બાબતે શું કાર્યવાહી કરી છે તેના પર સૌની નજર મંડાઈ છે









