GUJARAT

ડુમખલ ખાતેથી માદક પદાર્થ સુકો ગાંજો કુલ કિ.રૂ.૧,૩૦,૭૪૦ નો મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ

ડુમખલ ખાતેથી માદક પદાર્થ સુકો ગાંજો કુલ કિ.રૂ.૧,૩૦,૭૪૦ નો મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી ડેડીયાપાડાપોલીસ


તાહિર મેમણ : ડેડીયાપાડા – 31/03/2024- આગામી સમયમાં યોજાનાર લોકસભા-૨૦૨૪ ચુંટણી અન્વયે હાલમાં આદર્શ આચારસંહિતા અમલમાં હોય જેથી આંતરરાજ્ય બોર્ડર ઉપર આવેલ ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગની કામગીરી કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની થતી હેરાફેરી અટકાવવા અને પરિણામલક્ષી અને અસરકારક કામગીરી કરવા રાજપીપલા વિભાગ, રાજપીપલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પી.જે.પંડ્યા, પોલીસ ઇન્સપેકટર, ડેડીયાપાડાનાઓ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યની આંતરરાજ્ય બોર્ડર ચેકપોસ્ટ ડુમખલ ખાતે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ માણસો તથા મોઝદા આઉટ પોસ્ટના બીટ ઇન્ચાર્જ તથા ચેકપોસ્ટ ઉપરના ફરજ ઉપર હાજર પોલીસ સાથે વાહન ચેકિંગમા હતા તે દરમ્યાન મહારાષ્ટ્ર રાજ્યના વડફળી તરફથી એક ડબલ સવારી મોટર સાઇકલ R 15 ડાર્ક મેટાલીક બ્લ્યુ કલરની GJ 22 M 6001 ગાડી આવતા સદરહું ગાડી રોકી ચેક કરતા વનસ્પતિ જન્ય માદક પદાર્થનો ગાંજો, વજન ૨.૦૭૪ કિ.ગ્રા. કિ.રૂ.૨૦,૭૪૦/- તથા R 15 મો.સા.ની
કિ.રૂ. ૧,૦૦,૦૦/- તથા મીલેટરી ડિઝાઇનર સ્પોર્ટ બેગ, કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઈલ નંગ-૦૨ ની કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૩૦,૭૪૦/- ના મુદામાલ સાથે બન્ને આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલ અને સદરહું પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધમાં ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) દિપ્તેશભાઇ અશોકભાઇ પટેલ, ઉ.વ.૩૪, હાલ રહે. અંક્લેશ્વર, GIDC પાનસો ક્વાર્ટર્સ, આર.બી.એલ ૫૬/૦૨, તા. અંક્લેશ્વર, જી. ભરૂચ મો. નં.
(૨) અલાઉદ્દીનખાન બસીરરખાન પઠાણ, ઉ.વ. ૨૧ હાલ રહે. B-2 ઇંદ્રાનગર, માવી ટર્નીંગ, રાજપીપલા રોડ પાસે, ગડખોલ પાટીયા, ONGC કોલોની, અંક્લેશ્વર, જી. ભરૂચ, મુળ રહે. ચાપાંનેર રોડ,મસ્જીદ ફળીયુ, તા. સાવલી, જી.વડોદરા

વોન્ટેડ આરોપી:-
(૧) મુદ્દામાલ મંગાવનાર આરોપી – સુભાષ યાદવ ઉર્ફે ભંગારીયો, જેનુ પુરૂ નામ જણાયેલ નથી તે રહે.અંક્લેશ્વર, મીરા નગર, તા.અંક્લેશ્વર, જી.ભરૂચ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button