વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલ ચર્ચનાં વિવાદનાં પગલે ચર્ચની ચાવી મામલતદાર અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટની કચેરી આહવા ખાતે જમા કરવાનું ફરમાન કરાયુ….
ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે ખ્રિસ્તી ધર્મનું ચર્ચ આવેલ છે.આ ચર્ચનાં માલિકી મુદ્દે છેલ્લા ઘણા વર્ષોથી સી.એન.આઈ જૂથ અને બ્રધરન જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.અને આ કેસ નામદાર કોર્ટમાં પણ પેન્ડિંગ છે.જેને ધ્યાનમાં લઈ આગામી ગુડ ફ્રાઈડે /ઈસ્ટરનાં તહેવારની ઉજવણીનાં કામે આહવા ખાતેનાં ચર્ચ બાબતે ઉક્ત બન્ને જૂથો વચ્ચે ઘર્ષણ થાય તેવી શક્યતાઓ હોય જેથી જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ નામદાર કોર્ટમાં સદરહું ચર્ચની માલિકીનાં વિવાદ અંગેનાં પેન્ડિંગ કેસ બાબતે સ્પષ્ટ હુકમ ન આવે ત્યાં સુધી બન્ને જૂથને આ ચર્ચનો ઉપયોગ માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે.હાલમાં આ ચર્ચનો સંપૂર્ણ કબ્જો જિલ્લા મેજીસ્ટ્રેટ ડાંગ આહવાનાઓ હસ્તક રાખવા અભિપ્રાય આપવામાં આવેલ છે.જેને ધ્યાનમાં રાખી આજરોજ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની કચેરી આહવા ડાંગ દ્વારા સેવક રંજીતભાઈ મહંતી સેક્રેટરી ધી ફસ્ટ ડિસ્ટ્રીકટ ચર્ચ ઓફ ધી બ્રધરન આહવાનાઓને ચર્ચની ચાવીનો કબ્જો મામલતદાર આહવાને સોંપવા માટેનું ફરમાન કરાયુ છે..








