
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ, તા-15 એપ્રિલ : લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા ખર્ચ ઓબ્ઝર્વર્સશ્રી કે. અશોકકુમાર અને શ્રી પ્રમોદ દત્તાએ કચ્છ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત એક્સપેન્ડીચર મોનિટરિંગ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. નોડલ ઓફિસર એક્સપેન્ડીચર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈએ કંટ્રોલ રૂમની કામગીરી ઓબ્ઝર્વર્સશ્રીને વિગતવાર જાણકારી આપી હતી.એક્સપેન્ડીચર કંટ્રોલરૂમ ખાતે ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ જેવી કે સીવીજીલ એપ, 1950 હેલ્પલાઈન, ટ્રોલ ફ્રી નંબર મારફતે આવેલી ફરિયાદનું નિવારણ, વ્હીલક ટ્રેંકિંગ સિસ્ટમ વગેરેનું ઓબ્ઝર્વર્સશ્રીએ નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.










