DANG

નવસારી: જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ બેઠક કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી  જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ બેઠક આજે નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.બેઠકમાં કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે વિશેષત: પ્રવર્તમાન ચોમાસાની ઋતુ અનુસંધાને સ્વચ્છતા જાળવણી, સ્વચ્છ પાણીની પૂર્તતા/ ક્લોરિનેશન અંગે માર્ગદર્શન આપ્યુ હતું. સાથે, શાળાએ જતા બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી હતી. ઉપરાંત, નવસારી જિલ્લામાં સામાન્ય રીતે વધુ વરસાદ પડતો હોઈ, કોઇ પણ અકસ્માતો કે ડિઝાસ્ટર સંબંધિત ઘટના અગાઉથી જ નિવારવા કે પછી તેને પહોંચી વળવા સતત સતર્ક રહેવા તાકીદ કરેલ.

આજની જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, વાંસદા પ્રાયોજના વહિવટી અધિકારીશ્રી આનંદુ સુરેશ, પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય, નાયબ વન સંરક્ષકશ્રી નિશા રાજ, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.એસ.ગઢવી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button