ANJARGUJARATKUTCH

15 મી ઓગસ્ટ 2023.ના 77માં સ્વાતંત્ર્ય દિનની શ્રી ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ અંજાર સંચાલિત શૈક્ષણિક સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવી.      

૨૧-ઓગષ્ટ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

અંજાર કચ્છ :- શ્રી ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ અંજાર સંચાલિત શૈક્ષણિક સંકુલ ખાતે 77 માં સ્વાતંત્ર્ય દિને સંસ્થાનાં પ્રમુખ શ્રી હીરાકાકા તથા ટ્રસ્ટીઑ ,વડીલો,સમાજના આગેવાનો અને મહેમાનો દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આઝાદીના અમૃત મહોત્સવ નીમીતે શાળાનાં બાળકો દ્વારા દેશ ભક્તિ ગીતો ,તેમજ હરઘર તિરંગા મહોતત્સવનાં ભાગ રૂપે શાળામાં વિવિધ કાર્યકમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ,કચ્છ રબારી સમાજના પ્રથમ સ્નાતક તથા સમાજ ના પ્રથમ શિક્ષક વિંજુબેન રબારી ,તથા નેહાબેન ડાયાભાઈ રબારી તથા રબારી સમાજના પ્રથમ M.B.B.S. ડોં.મફીબેન રબારી ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું . સંસ્થા દ્વારા શાળાના ધો 10 અને 12ના તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા દેશવીરોનું વક્તવ્ય , વ્યસન મુક્તિ સમાજમાં કુરિવાજો દૂર કરવા નારી સશક્તિકરણ જેવો, વક્તવ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા .  આ પ્રસંગે નેહાબેન ડાયાભાઈ રબારી ગામ ટપ્પર TAT. ની પરીક્ષા માં સારા ગુણ મેળવેલ તથા સંસ્થાનાં ભૂત પૂર્વ વિધાર્થી અને સમાજના પ્રથમ મહિલા M.B.B.S. ડોં.મફીબેન રબારીનું કચ્છ રબારી સમાજ વતી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સમાજના B.ed કરેલા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે સંસ્થા પ્રમુખ શ્રી હીરા ભાઈ રબારી તથા સમાજના અગ્રણી ભુરાભાઈ રબારી ,અરજણભાઈ રબારી ,હમીરભાઈ રબારી ,જેસંગભાઈ રબારી ,રાણાભાઈ રબારી ,કરણાભાઈ રબારી, દ્વારા પણ આં પ્રસંગે ઉદબોધન પણ આપ્યું હતું આ સિવાય સમાજના યુવાનો વિરમભાઈ રબારી, મશરૂભાઈ રબારી ,આંબાભાઈ રબારી ,ગોકળભાઈ રબારી, અભુભાઈ રબારી, મેઘજીભાઇ રબારી, રાયમલભાઈ રબારી,એ પણ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું ,ત્યારબાદ શાળાનાં બાળકો ને મહેમાનો ના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા .આ કાર્યકમની આભાર વિધિ શાળા નાં શિક્ષકે કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button