
હિંમતનગર ખાતે “સશક્ત કિશોરી,સુપોષિત ગુજરાત” થીમ અંતર્ગત કિશોરી મેળો યોજાયો
*****
સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ અધિકારી કચેરી અને આઇસીડીએસ વિભાગના સયુંકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે”સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત”થીમ અંતર્ગત કિશોરી મેળાનું આયોજન તાલુકા પંચાયત હોલ હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આઇસીડીસી વિભાગ દ્વારા વિવિધ વાનગીઓના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્ર્મમાં મહેદી સ્પર્ધા,રંગોળી સ્પર્ધા રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ નંબર આવેલ દિકરીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી,સંશોધન અધિકારીશ્રી કમિશ્નર કચેરી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર,ટીડીઓશ્રી હિંમતનગર,દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, સીડીપીઓશ્રી તેમજ કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
જયંતિ પરમાર સાબરકાંઠા









