GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલની પરિણીતા ને ત્રાસ આપી ટ્રીપલ તલાક આપતા પતી સહિત સાસુ સસરા,નણંદ સામે ફરીયાદ.

તારીખ ૩૦/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

તારે મારા ઘરે રહેવુ હોય તો ૫૦ હજાર ની મહીલા લોન તારા નામે લઈને આપ તેમ કહીને નાણાની માંગણી કરી તલાક આપ્યા

કાલોલ ની આશિયાના સોસાયટીમાં રહેતી મુસ્કાન મોહમદહનીફ બેલીમ દ્વારા કાલોલ પોલીસ મથકે પોતાના પતી, સાસુ, સસરા અને નણંદ સામે શારિરીક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી નાણાની માંગણી કરવા અને માંગ ન સંતોષાતા ટ્રિપલ તલાક આપ્યા હોવાની વિગતે ફરીયાદ નોંધાવી છે. ફરિયાદ ની વિગતો મુજબ મુસ્કાન ના લગ્ન તા ૧૭/૧૧/૨૧ ના રોજ મુસ્લીમ સમાજ ના રીતી રીવાજ મુજબ કાલોલના મોગલવાડા ખાતે રહેતા અદનાન લિયાકતખાન પઠાણ સાથે થયા હતા, સાસરીમાં શરૂ મા સારો વ્યવહાર રાખતા હતા પરંતુ તેનો પતી કોઈ કામ ધંધો કરતો નહોતો જેથી પરિણીતા કામ ધંધો કરવા કહેતા ઝગડો તકરાર કરતા અને બીભત્સ ગાળો બોલતા હતા.પોતાની હાથખરચી કાઢવા પરિણીતા મહેનત મજૂરી કરી પૈસા ભેગા કરતી તે પૈસા પણ તેનો પતી માંગી લેતો. સાસુ સસરા, નણંદ ને કહેવા જતા તેઓ પણ પતિનો પક્ષ લઈને પરિણીતા સાથે બોલાચાલી કરતા સમગ્ર સમયગાળા દરમ્યાન પરિણીતા એ એક પુત્ર ને જન્મ આપ્યો જે હાલ દોઢ વર્ષનો છે ચાલુ વર્ષે રમજાન ઈદ માટે પોતાના પુત્ર માટે નવા કપડા લાવવાની માંગણી કરતી પરિણીતા ને પતી એ ઝગડો કરી માર મારેલ જેથી તેણી પોતાના પિયરમાં આવેલી બીજા દિવસે પોતાની સાસરીમાં જતા તેણીને પતી તેમજ સાસુ સસરા એ ઘરમા ઘુસવા દીધેલ નહી અને ધક્કા મારી કાઢી મુકેલ ત્યાર બાદ ગત તા ૨૩/૦૪/૨૪ ના રોજ પરિણીતાને તેના પતી અદનાને ફોન કરી જણાવેલ કે,”તારે મારા ઘરે રહેવુ હોય તો ૫૦ હજાર ની મહીલા લોન તારા નામે લઈને આપ” પણ મહીલા લોન નહી લેવાનું પરિણીતા એ જણાવતા તેજ દીવસે રાત્રે દશ વાગ્યે અદનાન પરિણીતાને ધરે જઈને કહેલ કે તારે મહીલા લોન ન લેવી હોય તો હુ તને તલાક આપી દઈશ પણ પરિણીતા એ લોન લેવાની ના પાડતા તેના પતી અદનાને પરિણીતાના માતા પિતા અને ભાઈઓની હાજરીમા ત્રણ વાર તલાક બોલી તલાક આપી દીધા અને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાથી જતો રહ્યો હતો. પરિણીતા અને તેના ભાઈઓ તથા માતાપિતા સાથે પોતાના સાસુ સસરા નણંદ સાથે વાતચીત કરવા જતા તેઓએ પણ બોલાચાલી કરી તલાક આપી દીધા છે હવે તેને તમારા ઘેર રાખો અહીથી જતા રહો તેમ કહી ઝગડો કરેલ સમગ્ર બનાવની ફરીયાદ નોંધાવતા પોલીસે શારિરીક માનસિક ત્રાસ આપવા અને ધાક ધમકી આપવા તથા મુસ્લીમ મહિલા (લગ્ન પરના અધિકારોનુ રક્ષણ) અધિનિયમ ૨૦૧૯ ની કલમ ૩ અને ૪ મુજબ પતી અદનાન, સાસુ રૂકસાના, સસરા લિયાકતખાન અને નણંદ મુબ્બીસરા એમ ચાર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button