
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે -‘મારી સહી ગુજરાતીમાં’ અંતર્ગત મારી સહી ગુજરતીમાં સંકલ્પ અને મારી સહી ગુજરાતી સહી ઝૂંબેશ કાર્યક્રમ આહવા કોલેજ ખાતે યોજાયો હતો.
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા – ડાંગમા ગુજરાત સ્થાપના દિન નિમિત્તે -‘મારી સહી ગુજરાતીમાં’ અંતર્ગત મારી સહી ગુજરતીમાં સંકલ્પ અને મારી સહી ગુજરાતી સહી ઝૂંબેશ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં કૉલેજના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઇ ગુજરાતીમા સહી કરી હતી અને ભવિષ્યમા ગુજરાતીમા સહી કરવાનો સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમમા કૉલેજના આચાર્યશ્રીએ પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનુ આયોજન કોલેજના ગુજરાતી વિભાગ દ્વારા કરવામા આવ્યુ હતુ.
[wptube id="1252022"]








