BANASKANTHAPALANPUR

બનાસકાંઠા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ સાંસ્કૃતિક વિભાગના પ્રમુખ તરીકે કલ્પેશભાઈ દવેની વરણી

18 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ધરણીધર ઢીમા ખાતે રવિવારના રોજ સમસ્ત બ્રહ્મ સમાજની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર તાલુકાના જગાણા ગામના વતની અને સંગીત ક્ષેત્રે ખૂબ જ સારી એવી નામના મેળવનાર યુવા ગાયક અને સંગીતકાર કલ્પેશભાઈ કે. દવેની બનાસકાંઠા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના સાંસ્કૃતિક વિભાગના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સમસ્ત બ્રહ્મ સમાજ રાજયકક્ષા ઉપપ્રમુખ ડામરાજી રાજગોર, જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના નવા વરાયેલ પ્રમુખ ભગવાનભાઈ ડી. જોષી ખોરડા થરાદ, મહામંત્રી જયેશભાઈ દવે જગાણા, જિલ્લા યુવા પ્રમુખ ભાર્ગવભાઈ ઠાકર, ભાનુભાઇ જોષી વગેરે અગ્રણીઓએ ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button