વડગામ ખાતે શ્રી વી.જે.પટેલ હાઈસ્કૂલમાં નવનિયુક્ત આચાર્યશ્રી રાકેશભાઈ પ્રજાપતિ નો સત્કાર સમારંભ યોજાયો


11 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી વિભાગીય માઘ્યમિક કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. જે પટેલ હાઈસ્કૂલ વડગામ ખાતે આજરોજ તારીખ 10/8/2023 ને ગુરૂવાર ના રોજ નવનિયુક્ત આચાર્યશ્રી રાકેશભાઈ કે.પ્રજાપતિ સાહેબના સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે શ્રી વી. જે પટેલ હાઈસ્કૂલ વડગામના પ્રમૂખશ્રી આર. વી. પટેલ સાહેબશ્રી, ઉપપ્રમુખશ્રી જશુભાઈ રાવલ સાહેબશ્રી, મંત્રીશ્રી એલ. એચ. શિરવી સાહેબશ્રી તેમજ માલણ હાઈસ્કૂલના આચાર્યશ્રી રાજુભાઈ પ્રજાપતિ સાહેબ, ભાગળ પીપળી આચાર્યશ્રી કિરીટભાઈ પટેલ સાહેબશ્રી પીલુચા આચાર્યશ્રી મુકેશભાઈ મોઢ સાહેબ, સરસ્વતી કન્યા શાળા આચાર્યાશ્રી ઊર્વશીબા ચાવડા ના ઉપસ્થિતિમાં નવનિયુક્ત આચાર્યશ્રી રાકેશભાઈ પ્રજાપતિ સાહેબ ને મંડળના પ્રમુખશ્રી દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વી. બી. ચૌધરી સાહેબે કર્યું, આભાર વિધિ શ્રી જી. બી. પરમાર દ્વારા કરવામાં આવી. સમગ્ર સંકુલ ના વિદ્યાર્થીઓ તેમજ પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્ટાફગણના ઉપસ્થિતિમાં આનંદ સાથે સમગ્ર કાર્યક્રમ સંપ્પન થવામાં ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સપનન કરવામાં આવ્યો.







