
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગાવિત વયનિવૃત થતા જિલ્લા સેવા સદન ખાતે વિદાય સમારોહ યોજવામા આવ્યો હતો. જેમા જિલ્લાના મહેસુલી અધિકારી, કર્મચારીઓએ તેમને ભાવભરી વિદાય આપી હતી.
શ્રી પદ્મરાજ ગાવિતે તેમના ડાંગ જિલ્લાના કાર્યકાળ દરમિયાન મહેસુલ વિભાગની નિવાસી અધિક કલેકટર તરીકેની કામગીરી સફળતાપૂર્વક અદા કરી છે.
આ વિદાય સમારોહ દરમિયાન મહેસુલી પરિવારના મોભી એવા ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે વયનિવૃત થઇ રહેલ અધિક કલેક્ટર દ્વારા જિલ્લામા કરેલ ઉમદા કામગીરીઓ વર્ણવી હતી. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમા કામગીરી કરી ચૂકેલા શ્રી ગાવિતની સંકલન સાથે કામગીરી કરવાની આવડત વિશે પણ તેમણે જણાવ્યુ હતુ.
પોતાના કાર્યકાળ દરમિયાન મહેસુલી અધિકારી, કર્મચારીઓ સહીત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી, કર્મચારીઓના મળેલાં સહયોગ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા શ્રી પદ્મરાજ ગાવિતે ડાંગ જિલ્લાના તેમના કાર્યકાળને તેઓ પોતાના જીવનના સુખદ સંભારણા તરીકે હમેશા યાદ રાખશે, તેમ જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, શ્રી ગાવિતે ડાંગના નિવાસી અધિક કલેકટર તરીકેની ફરજ પુર્ણ કરી તે અગાઉ તેઓ છોટાઉદેપુર ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તરીકે કાર્યભાળ સંભાળી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ રાજકોટ ખાતે રીજીયોનલ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે, અને દાહોદ તથા ભુજ ખાતે એસ.ડી.એમ. તરીકે તેમની સેવા આપી ચુક્યા છે.
જિલ્લા સેવા સદન, આહવા ખાતે યોજાયેલા આ વિદાય સમારોહમા કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ. ડામોર, જિલ્લા પોલીસ વડા શ્રી રવિરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી શ્રી આર.સી.ચૌહાણ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ચૌધરી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ. જી. પાટીલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષી, કાર્યપાલક ઈજનેર શ્રી એસ.આર. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિમાંશુભાઈ ગામિત, ડિઝાસ્ટર મામલતદાર શ્રી અર્જુનસિંહજી ચાવડા, સુબીર મામલતદાર શ્રી વી.બી.દરજી સહીત મહેસુલી અધિકારી, કર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમના સ્વાનુભાવો વર્ણવી સ્મૃતિભેટ અર્પણ કરી હતી.








