JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ શહેર-જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ૨૪૪૭ સ્પર્ધકો ભાગ લેશે

૬ વિભાગની જુદી જુદી સ્પર્ધા ૩ વયજૂથના સ્પર્ધકો ભાગ લેશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેર તથા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૪ તથા ૨૫ ડિસેમ્બરના યોજાનાર બે દિવસીય આ કલા મહાકુંભમાં જૂનાગઢ શહેરકક્ષાની સ્પર્ધામાં અંદાજીત ૧૩૬૫  અને જૂનાગઢ  જિલ્લાકક્ષા ૧૦૮૨ જેટલા સ્પર્ધકો ભાગ લેશે.
આ કલા મહાકુંભમાં સાહિત્ય વિભાગમાં વકૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા અને દુહા-છંદ-ચોપાઈ. કલા વિભાગમાં ચિત્રકલા, સર્જનાત્મક અને કારીગરી. નૃત્યં વિભાગમાં લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ અને કથ્થગક.  ગાયન વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુાસ્તાની), સુગમ સંગીત, લગ્ન,ગીત, સમુહગીત, લોકગીત અને ભજન. વાદન વિભાગમાં હારર્મોનિયમ(હળવું), તબલાં, ઓરગન અને સ્કુભલબેન્ડ. અભિનય વિભાગમાં એકપાત્રીય અભિનય સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધાઓ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ અને ૨૧ થી ૫૯ વર્ષ વયજુથમાં યોજાશે.

[wptube id="1252022"]
Back to top button