
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સ્માર્ટ મીટર તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ ઇલેક્ટ્રિસીટી એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ.
ગુજરાત રાજ્યનાં વડોદરા,સુરત,સુરેન્દ્રનગર જેવા મોટા શહેરોમાં પ્રિપેઇડ સ્માર્ટ મીટર લગાવવામાં આવેલ છે.જેનો સખત વિરોધ નોંધાઈ રહ્યો છે.ત્યારે ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસીએશન ડાંગ એકમ દ્વારા જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ અને ડાંગ જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવામાં નહીં આવે તથા સ્માર્ટ મીટર તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.તાજેતરમાં જી.યુ.વી.એન.એલ. કે રાજયની વીજ વિતરણ કંપનીઓ (એમ.જી.વી.સી.એલ,પી.જી. વી.સી.એલ, વી.જી.યુ.સી.એલ., ડી.જી.વી.સી.એલ) સાથે ટેરીફનું નિયમન કરે છે.તેઓએ ઘરેલુ ગ્રાહકો માટે પ્રીપોઈડ સ્માર્ટ મીટર લગાવવાનુ શરૂ કર્યુ છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવીને તેઓ વીજળી સુધારા બિલ અંગે ખેડુત આંદોલન દરમ્યિાન વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ ખાત્રી ભંગ કરી રહ્યા છે.બીજી રીતે તેઓ સ્માર્ટ મીટર દ્વારા પાછલા દરવાજાથી વીજળીના ખાનગીકરણ નો અમલ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકોની સંમતી અને મંજુરી લીધા વિના સ્માર્ટ મીટર ઈન્સટોલ કરી તેઓએ તેમના મુળ ભુત અધિકારોનુ પણ ઉલ્લંઘન કર્યું છે.વડોદરાના અખોટા, સુભાનપુરા, અને અલ્કાપુરી ના રહેવાસીઓ તેના વિરોધમાં રસ્તાઓ ઉપર આવ્યા છે. બીજા જીલ્લાઓમાં પણ જયાં પ્રિપેઈડ સ્માર્ટ મીટરો લગાવવાની શરૂઆત કરવામાં આવી રહેલ છે. ત્યાં પણ લોકો જબરસ્ત વિરોધ નોંધાવી રહ્યા છે.લોકોને ખબર નથી કે કેવી રીતે ટેરીફ વસુલવામાં આવી રહ્યું છે. ભુતકાળમાં સ્લેબને લગતી તથા બળતણ સુલ્ક વગેરે બાબતે થોડી ઘણી પાદરર્શીકા હતી. પરંતુ હવે ગ્રાહકોને ખબર નથી હોતી કે, કયાં દરે પ્રિપેઈડ મીટર દ્વારા ચાર્જ વસુલવામાં આવે છે.તેમજ પહેલા લોકોને બીલ ભરવા માટે ૧૦ થી ૧૫ દિવસનો સમય મળતો હતો પરંતુ તેમાં હવે કોઈ છૂટછાટ નહીં મળે. પ્રીપેડ તરીકે જમા કરેલ રકમ જેવી પૂરી થશે કે તરત જ જોડાણો કપાઈ જશે. પરિણામે કૃષિ પેદાશો ની કિંમતોમાં વધારો થાય તથા મોંઘવારીથી પીડિત સામાન્ય ગ્રાહકોને તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના સેવાઈ રહી છે.ત્યારે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર બંધ કરાવવામાં આવે અને જૂની પદ્ધતિથી મીટર લગાવવામાં આવે તથા ડાંગ જેવા ગરીબ આદિવાસી વિસ્તારમાં તો સ્માર્ટ મીટર લગાવવામાં જ નહીં આવે તેવી માંગ સાથે ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન ડાંગ એકમ દ્વારા ડાંગ જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.








