ડાંગ જિલ્લામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ કમિટીની રચના કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના સભાખડમા એન.પી.સી.સી.સી.એચ.એચ કમિટીની રચના કરવામા આવી હતી જેમાં કમિટીના ચેરમેન તરીકે જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની પસંદગી કરવામા આવી છે.
ડાંગ જિલ્લામા રોગ અટકાયત અંગેની પરિસ્થિતિને ધ્યાને લઈ તા.16 જાન્યુઆરીના રોજ કલેક્ટર કચેરીના સભાખડમા નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ કમિટીની રચના કરવામા આવી હતી.આ કમિટીમા ચેરમેન તરીકે જિલ્લા કલેક્ટરશ્રી તેમજ કમિટીના સભ્ય તરીકે આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, શિક્ષણ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ફોરેસ્ટ વિભાગ, વહાનવ્યવહાર વિભાગ, રેવન્યુ વિભાગ, કાયદો અને વ્યવસ્થા, નાણા વિભાગ, વગેરે જિલ્લામા કામ કરતા તમામ વિભાગનો સમાવેશ કરવામા આવ્યો છે.
કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલ આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપિન ગર્ગ, નાયબ વન સરક્ષક શ્રી રવિ પ્રસાદ, પ્રાંત અધિકારી શ્રી એસ. ડી. ચૌધરી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. હિમાંશુ ગામિત સહિત અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા