
લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં ગુજરાતના પોલીસ વિભાગમાં બદલી દોર જોવા મળ્યો છે. ગાંધીનગર જિલ્લામાં પોલીસકર્મીઓની આંતરિક બદલી આદેશ આપ્યા છે. જેમાં આઠ બિન-હથિયારી પીઆઈની બદલી કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એસ.આર. મુછાળની સાંતેજ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.બી ગોયલની સેક્ટર 7 પોલીસ સ્ટેશન, સેક્ટર 7 પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી. ચૌહાણની ટ્રાફિક પોલીસ સ્ટેશન, સેક્ટર 7 પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ દેસાઈ સચિવાલય સંકુલમાં બદલી કરવામાં આવી છે.
સાંતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી ડાભીની પણ સચિવાલય સંકુલમાં બદલી કરાઈ છે. સચિવાલય સંકુલના પીઆઈ વી.બી દેસાઈની દહેગામ પોલીસ સ્ટેશનમાં, સચિવાલય સંકુલના એચ.જી દેસાઈની સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત યાદીમાં અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી શાંખલાનું નામ સામેલ છે.