GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARAWANKANER
TANKARA:ટંકારાના સજનપર ગામેથી દસ વર્ષ બાળકીનું અપહરણ કરનાર માસીની ધરપકડ

ટંકારાના સજનપર ગામેથી દસ વર્ષ બાળકીનું અપહરણ કરનાર માસીની ધરપકડ
ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા આધેડની સગીર વયની દીકરીનું તેની જ સાળી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી
બનાવ ની જાણવાં મળતી માહિતી મુજબ ટંકારા વિસ્તારમાં રહેતી સગીરાને સુરત કોસાડમાં રહેતી સોનુબેન ધરમશીભાઈ સોલંકી નામની સગી માસી એવી મહિલા અપહરણ કરીને લઇ જતા સગીરાના માતાપિતાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી અને વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સ્પેકટર અને ટંકારા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સુરત ખાતેથી આ મહિલાને દબોચી લઈ ટંકારા પોલીસ મથકે લાવવામાં આવી હતી.
[wptube id="1252022"]