

14 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજે શ્રી વિનય વિદ્યા મંદિર થરા ખાતે આજથી શરૂ થતી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ ને શાળા ના પ્રમુખ શ્રી અણદાભાઈ પટેલ સાહેબ અને શાળા ના આચાર્ય શ્રી આઈ બી બોકા સાહેબ અને શાળા ના તમામ સ્ટાફ મિત્રો એ વિધાર્થી ઓ ને કુમકુમ તિલક અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી અને શાળા માં પ્રવેશ આપ્યો. યુનિટ 1 માં 10 બ્લોક માંથી 297 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. યુનિટ 02 માં 10 બ્લૉક માં 299 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કુલ 600 માંથી 596 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 04 ગેરહાજર રહ્યા હતા.આ પ્રસંગે આચાર્ય શ્રી ઇશ્વરભાઇ પટેલ, નટવરલાલ શેખલિયા, તેજાભાઈ દેસાઈ,દેવરાજભાઈ પટેલ તેમજ સર્વે સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.
[wptube id="1252022"]







