AHAVADANGGUJARAT

Dang: લોકશાહીના મહા તહેવાર માટે, દેશના અવસરને દીપાવવા માટે નીકળી ચૂક્યા છે.સરકારી બાબુઓ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

દુનિયાની સૌથી મોટી લોકશાહીના જતન, સર્વધનમાં પોતાના પ્રસ્વેદનું સિંચન કરતા, આ લોકશાહીના ઘડવૈયા એવા સરકારી બાબુઓ, લોકશાહીના મહા તહેવાર માટે, દેશના અવસરને દીપાવવા માટે નીકળી ચૂક્યા છે.

૨૬ વલસાડ (S.T) સંસદિય મતવિસ્તારમાં સમાવિસ્ટ, ૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મતદાર મંડળના ચૂંટણી તંત્ર દ્વારા, જિલ્લાના ૩૨૯ જેટલા મતદાન મથકો ઉપર ૩૬૩ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૩૬૩ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરો, ૧૧૭ પોલિંગ ઓફિસરો, ૬૨૯ જેટલા પોલિંગ ઓફિસરો, અને ૩૬૩ સેવકો મળી કુલ ૧૮૩૫ જેટલા કર્મચારીઓને, ચૂંટણી કામે રવાના કરી દીધા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલની નિગરાની હેઠળ, આ પોલિંગ પાર્ટી ઉપરાંત ૭૦ જેટલા ઝોનલ/સેક્ટર ઓફિસરો, ૨૫ નોડલ ઓફિસરો સહિત ૪૦૯ જેટલા ચુનંદા પોલીસ અફસરો, ૪૩૪ હોમગાર્ડ્સ અને ૫૦૦ જેટલા જીઆરડી જવાનો, તથા પેરામિલ્ટ્રી ફ્રોર્સના જવાનોએ પણ પોતાની ભૂમિકા સુનિશ્ચિત કરી દીધી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button