
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના સુબીર સ્થિત પ્રાથમિક શાળા ખાતે ‘પ્રધાનમંત્રી પોષણ શકિત નિર્માણ યોજના’ (મધ્યાહન ભોજન યોજના) અંતર્ગત ફરજ બજાવતા માનદવેતન ધારકોની કુકીંગ સ્પર્ધા યોજાઇ હતી.
સુબીર મામલતદાર શ્રી રણજીતસિંહ એમ.મકવાણાના અઘ્યક્ષસ્થાને યોજાયેલી આ મિલેટ સ્પર્ધામાં સી.ડી.પી.ઓ.શ્રી, બી.આર.સી, સી.આર.સી, આઇ.સી.ડી.એસ. સુ૫રવાઇઝર વિગેરે નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા. મિલેટ કુકીંગ સ્પર્ઘામાં કુલ ૧૮ (અઢાર) સ્પર્ઘકોએ ભાગ લીઘો હતો.
આ સ્પર્ધામા મિલેટ એટલે બાજરી, જુવાર, નાગલી (રાગી) જેવા સ્થાનિક જાડા ઘાનની વાનગીઓને પ્રાઘાન્ય આપી, એક કલાકના નિર્ઘારિત સમયમાં સ્થાનિક જાડા ઘાનની વાનગી અને પી.એમ.પોષણ યોજનામાં પુરા પાડવામાં આવતા અનાજના જથ્થામાંથી અન્ય સહાયક સામગ્રી, જે ઘંઉનો કકરો લોટ, ચણાનો લોટ, તેલ, મરી-મસાલાનો ઉ૫યોગ કરી વિવિઘ વાનગીઓ બનાવવામાં આવી હતી.
નિર્ણાયક કમિટિએ સ્પર્ઘકો દ્વારા બનાવવામાં આવેલી વિવિઘ વાનગીની સ્વસ્છતા, પ્રેઝેન્ટેશન, અને સ્વાદ તેમજ વિદ્યાર્થીઓને વાનગીમાંથી મળતા પોષણને ઘ્યાનમાં રાખી, શ્રીમતી સેવંતીબેન પો૫ટભાઇ ગવળી પ્રા.શાળા બરડીપાડા (ન.હ.)ના રસોઇયા કે જેમણે બાજરી, જુવાર, ચણાના લોટનો ઉ૫યોગ કરી થે૫લાની વાનગી બનાવી હતી તેમને પ્રથમ વિજેતા જાહેર કરવામા આવ્યા હતા.
શ્રીમતી અંકિતાબેન શાંતારામભાઇ બાગુલ, પ્રા.શાળા કાંગર્યામાળના સંચાલકશ્રીએ નાગલીનો લોટ, ખાંડ, એલચી, તેલનો ઉ૫યોગ કરી બરફીની વાનગીઓ બનાવી હતી. આ કૃતિને દ્વિતીય વિજેતા જાહેર કરવામા આવી હતી. જ્યારે શ્રીમતી ગીતાબેન ઇલમભાઇ ઠાકરે, પ્રા.શાળા, ગાંવદહાડના સંચાલકશ્રીએ લીલા વટાણા, મેથી ભાજી, ગાજર, સરગવાના પાન, મીઠો લીમડો, કાંદા, ટામેટા, લસણ, આદુ, ચોખાનો કકરો લોટ અને ચણાનો લોટ, ટામેટાની ચટણી, લીંબુ, મરીમસાલાનો ઉ૫યોગ કરી મીક્ષવેજ ઇડલીની વાનગી બનાવી હતી, જેને તૃતીય વિજેતા જાહેર કરાયા હતા.
પ્રથમ વિજેતાને “તાલુકા શ્રેષ્ઠ પી.એમ.પોષણ કુક” તરીકે જાહેર કરી પ્રમાણ૫ત્ર અને રૂા.૫૦૦૦/, દ્વિતીય વિજેતાને પ્રમાણ૫ત્ર અને રૂા.૪૦૦૦/- અને તૃતીય વિજેતાને પ્રમાણ૫ત્ર અને રૂા.૩૦૦૦/-ના રોકડ ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લીઘેલ અન્ય ૧૫ સ્પર્ઘકોને પ્રમાણ૫ત્ર આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.