
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આહવા ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ દરમ્યાન મૌન રેલી કાઢી સભા સંબોધ્યા બાદ મશાલ રેલીનું આયોજન કર્યુ….
દેશ સ્વતંત્રતાનાં 76 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે.દેશનો 77મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવશે.તે પહેલા (14 ઓગસ્ટ) ના દીને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવ્યો.ભારતના ભાગલા પડ્યા અને બે નવા દેશો અસ્તિત્વમાં આવ્યા ત્યારે ભારતીયો એ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે.જ્યાં ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા સંગઠન પ્રભારી રાજેશ ભાઈ દેસાઈ અને પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત તેમજ ડાંગ ધારાસભ્ય વિજય ભાઈ પટેલની આગેવાની હેઠળ ગાંધી ઉદ્યાન પાસે થી ભાજપ ના કાર્યકરોએ એકત્રિત થઈ નગર માં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું ,આ મૌન રેલી ડાંગ સ્વરાજ આશ્રમ રહી ટીમ્બર હોલ ખાતે પોહચી હતી.બાદમાં દીપ પ્રાગટય કરી વંદેમાતરમનું ગાન કરી જિલ્લા સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈએ સભાને સંબોધી 1947માં ભારત વિભાજન દરમ્યાન લોકો એ ભોગવેલી પીડા અને કષ્ટો તેમજ સંઘર્ષ -બલિદાન ને યાદ કર્યા હતા.રાષ્ટ્રના વિભાજનને કારણે પોતાના જીવ ગુમાવનારા અને પોતાના મૂળ વતનથી વિસ્થાપિત થયેલા બધા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને નગરમાં મશાલ રેલી કાઢી હતી. સ્મૃતિ દિવસ અને રેલી દરમ્યાન પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત,ડાંગ ધારાસભ્ય વિજય ભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીત તમામ સંગઠનનાં મહામંત્રીઓ, મહિલા કાર્યકર્તાઓ અને ડાંગ ના તમામ જિલ્લા સંગઠનના તમામ કાર્યકર્તાઓ સહભાગી થયા હતા.આ મશાલ રેલી આહવાનાં શહિદ સ્મારક પાસે પોહચી હતી.અહી શહીદોને શ્રધાંજલિ અર્પણ કરી કાર્યક્રમની પૂર્ણાહતી કરી હતી.