કાલોલ તાલુકાની ભાદરોલી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

તારીખ ૦૫/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
દર વર્ષે પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન ૧૯૭૩ ના રોજ “ફક્ત એક પૃથ્વી” ના સૂત્ર સાથે મનાવવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે ૨૦૨૪માં આપણી જમીન આપણું ભવિષ્ય” ના સૂત્ર સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે વિશ્વ વિશ્વ પર્યાવરણ દિવસ ને લઈ કાલોલ તાલુકા પંચાયત સદસ્ય કિરણભાઈ બેલદાર તેમજ સરપંચ,આરોગ્ય શાખા C.H.O સાથે નો સ્ટાફ ,સ્કુલ પ્રિન્સિપાલ અને ગામ જનો સાથે વૃક્ષ રોપણ કરવામાં આવ્યુ અને પર્યાવરણ છે તો જીવન છે. પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આવો, આપણે સૌ વધુને વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરીએ. શક્ય હોય ત્યાં દરેક જગ્યાએ ક્લીન-ગ્રીન એનર્જીના ઉપયોગનો આગ્રહ રાખીએ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળીએ.રોજિંદા જીવનમાં પર્યાવરણને સાનુકૂળ આદતો અપનાવીએ.તેવી પ્રતિજ્ઞા લેવડાવી.