AHAVADANGGUJARAT

Dang: આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે મતદાન જાગૃતિ અર્થે રંગોળી દોરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આયોજિત મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે તારીખ ૪થી એપ્રિલના રોજ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્યમિક શાળા, આહવા ખાતે રંગોળી દોરવામાં આવી હતી.

જેમાં શાળાના ધોરણ-૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓએ આ રંગોળી કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અહિં વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના સૂત્રો તેમજ જુદી જુદી થીમ આધારિત રંગોળીઓ દોરી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button