બોડેલી અલીખેરવા ગ્રામ પંચાયત ક્યારે જાગશે,હાલોલ રોડ પર મરેલા પશુ અને કચરાના ઢગલાથી લોકો ત્રાહીમામ.

તિવ્ર દુર્ગંધં મારતું બોડેલી કકરોલીયા ગામ પાસે આવેલ સ્ટેટ હાઈવે હાલોલ રોડ.
આજુ બાજુ સોસાયટીઓમાં વસતા રહીશો અલીખેરવા ગ્રામ પંચાયતની નિષ્કાળજી નેલઈ રોગચાળો ફેલાવવાની દહેશત થી પરેશાન ગુજરાત ના મુખ્યમંત્રી સુધી ફરિયાદ થવાના સંકેત
હાલોલ સ્ટેટ હાઇવે ની સાઈડ માં લોકો રોજે રોજ લીલો અને સૂકો કચરો,મરેલા પશુ ઓ ,બોડેલી અલીપુરા ની વિવિધ હોટેલો નો વેસ્ટેજ ઢગલા બંધ નાખી જાય છે જે તસ્વીરમાં સ્પષ્ટ જોવાઈ રહ્યું છે
હાલ પડેલ માવઠાના વરસાદથી મરેલા પશુ ઓ તીવ્ર ગંધ મારી રહ્યા છે છતાં પણ અલીખેરવા પંચાયત ચૂપ કેમ છે?
સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર પંચાયતો ને અઢડક નાણાંકીય ગ્રાન્ટ આપે છે છતાં પણ અલીખેરવા પંચાયતના સત્તા વાળા ઓ સ્ટેટ હાઇવે ઉપર બેફામ રીતે લોકો દ્વારા નાખવામાં આવતા કચરા ને બંધ નથી કરાવી શકતા તે પણ આશ્ચર્ય ની વાત છે.
આ હાઇવે ઉપર ના રોડ ની આસપાસ રહેણાંક વિસ્તાર વ્રજનિધિ સોસાયટી,એકતા ગ્રીન,નારાયણ નાગર સોસાયટી, તેમજ વિવિધ મંદિરો આવેલા છે તો પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી શ્રી આ બાબતે સત્વરે કાર્યવાહી નહિ કરે તો ઓનલાઇન સીએમ ને રજૂઆત કરવામાં આવશે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









