DAHOD

મહીલા ઉમેદવારો માટે ખાસ રોજગાર એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાયો

તા.૨૧.૦૪.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

મહીલા ઉમેદવારો માટે ખાસ રોજગાર એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાયો

જીલ્લા રોજગાર વિનિમય કચેરી અને મહીલા આઈટીઆઈ દાહોદના સંયુકત ઉપક્રમે મહીલા આઈટીઆઈ ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજવામા આવ્યો હતો

જેમા દાહોદ જીલ્લાની ધો. ૧૨ પાસ, આઈટીઆઈ તેમજ બીએ, બીકોમ ગ્રેજ્યુએટ થયેલ મહીલા ઉમેદવારો હાજર રહેલ, આ ભરતી મેળામા એમ જી મોટર ઈન્ડીયા પ્રા લી તેમજ અન્ય બે નોકરીદાતા હાજર રહ્યા હતા અને ૧૧૦ થી વધુ એપ્રેન્ટીસ અને રોજગારીની જગ્યા માટે ઈન્ટરવ્યુ પ્રક્રીયા હાથ ધરવામા આવી હતી

ભરતી મેળામા જીલ્લા ઉધ્યોગ કેન્દ્ર દ્વારા લોન સહાય અને સાધન સહાયની યોજનાની માહીતી આપી સ્વરોજગા માટે પ્રોત્સાહીત કર્યા હતા. નોડલ આઈટીઆઈના આચાર્ય શ્રી દિપક મકવાણા તેમજ મહીલા આઈટીઆઈના આચાર્યશ્રી પી જે મસીહ દ્વારા એપ્રેન્ટીસ યોજનાની માહીતી આપીને પ્રોત્સાહીત કર્યા હતા

રોજગાર કચેરીના રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ દ્વારા અનુબંધમ પોર્ટલ અને એનસીએસ પોર્ટલ પર ધેર બેઠા ઓનલાઈન રોજગાર શોધવા જોબસીકર તરીકે રજીસ્ટ્રેશન કરવા માર્ગદર્શન આપીને હોમ સીકનેશ છોડી જીલ્લા બહારની રોજગારીની તકો ઝડપવા પ્રોત્સાહીત કર્યા,ભરતી મેલા સાથે ૫૦ થી વધુ ઉમેદવારોએ સ્થળ પર અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યુ ,ભરતી મેલામા પ્રાથમીક પસંદગી પામેલ ઉમેદવારોને ૧૦૦૦૦ થી ૧૨૦૦૦ ના સ્ટાઈપન્ડ પગારની ઓફર કરવામા આવી હતી

[wptube id="1252022"]
Back to top button