Navsari: ભારત વિદ્યાલય કરાડી ઇંગ્લીશ મીડીયમ શાળામાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા
મતદાન અંગે વિદ્યાર્થીઓ દ્વારા "PLEASE VOTE" ની માનવ આકૃતિની રચના કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના જલાલપુર ભારત વિદ્યાલય ઇંગ્લીશ મીડીયમ શાળામાં આવનારી લોકસભા ચૂંટણી ૨૦૨૪ના જનજાગૃતિના ભાગરૂપે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્ર દ્વારા બાળકો ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર બને તથા વિદ્યાર્થીઓના વાલીઓમાં મતદાન અંગે જનજાગૃતિ આવે તે અર્થે વિવિધ મતદાન જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા “PLEASE VOTE” શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જેને લઇ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત મોક ચૂંટણી મતદાન મથક ઊભું કરી વિદ્યાર્થીઓને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી હતી. આ સાથે ભારત વિદ્યાલય કરાડી ઇંગ્લીશ મીડીયમના પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના 200 વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલી કાઢી સુત્રોચ્ચાર દ્વારા મતદાન અંગે લોકજાગૃતિનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પોતાના હાથે કલાત્મક ગ્રીટીંગ્સ કાર્ડ તથા વિભિન્ન બેનરો, પોસ્ટરો વિદ્યાર્થીઓ દ્વારા જાતે તૈયાર કરી પ્રદાર્શિત કરાયા હતા. શાળામાં ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.





