મોટાસડા હાઇસ્કુલ ખાતે વાલી- વિદ્યાર્થી પરિસંવાદ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

22 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે વાલી ચર્ચા મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં વાલી મંડળના પ્રમુખશ્રી રણજીતસિંહ ગેલોત, કારોબારી સભ્યો તેમજ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓના વાલીશ્રીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. મીટીંગ ની શરૂઆત પ્રાર્થના,ધુન,ભજન દ્વારા કરવામા આવી શાળાના આચાર્યશ્રી ડી ટી રાઠોડ સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન અને વિદ્યાર્થીઓ તથા વાલીશ્રીઓને જીવન ઘડતર ના મુલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ. શાળાના શિક્ષિકા હેતલબેન રાવલ દ્વારા વાલીઓ ની જાગૃતિ અંગે વિચારો વ્યક્ત કરવામા આવ્યા. શાળા અંગે વાલી શ્રીઓના પણ પ્રતિભાવ લેવામાં આવ્યા. શિક્ષક શ્રી પંકજભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી. સમગ્ર મિટિંગનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી દિપકભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. આ મીટીંગ ને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ પરિવારે ખૂબ જહેમત ઉઠાવી તે બદલ શાળાના આચાર્ય શ્રી એ તમામને અભિનંદન પાઠવ્યા





