
તા.૩૦.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદ નગરપાલિકા બજાર વિસ્તાર..જ્યાં જુઓ ત્યાં ખાડા …રોડમાં ખાડા કે ખાડામાં રોડ ? 
નગરપાલીકા વિસ્તારમાં રોડ રસ્તા ખૂબ બિસ્માર હાલતમાં છે વારંવાર રજુઆત કરવા છતાં વહીવટદાર ની આંખો ખુલતી નથી આજે આમ આદમી પાર્ટી ઝાલોદ વિધાનસભા ઉમેદવાર શ્રી અનિલભાઈ ગરાસિયાનાં નેતૃત્વમાં ઝાલોદ નગરપાલિકા પ્રભારી શ્રી રમસુભાઈ હઠીલાના આયોજનથી ઝાલોદ નગરપાલિકા કાર્યકર્તાઓ સાથે મળી ઝાલોદ નગરપાલિકા બજારમાં પડેલા ખાડાઓ તગારા પાવડા લઈ ખાડાઓ ભરી પ્રતિકાત્મક વિરોધ.દર્શાવ્યો હતો
આપ ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી જયેશ સંગાડા એ જણાવ્યું હતું કે આવનાર ૧૦ દિવસમાં જો રોડ રસ્તા રીપેર કરવામાં નહિ આવે તો આમ આદમી પાર્ટી રસ્તામાં પડેલ ખાડાઓમાં બેસી વિરોધ નોંધાવશે
[wptube id="1252022"]








