GUJARATNAVSARI

નવસારી જિલ્લાનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નું ૯૪.૩૪ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૮૫.૭૬ ટકા પરિણામ જાહેર

ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અભિનંદન પાઠવ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અભિનંદન પાઠવ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૪મા લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક (એચ.એસ.સી) બોર્ડની પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં નવસારી  જિલ્લાના ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૪.૩૪  ટકા, અને વિજ્ઞાન પ્રવાહનું ૮૫.૭૬  ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, નવસારી  જિલ્લામા ૧૬ કેન્‍દ્રો ખાતે કુલ ૭૬૧૪ વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાથી કુલ ૭૧૬૬ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ સાથે નવસારી જિલ્લામાં  ૪  કેન્‍દ્ર ખાતે કુલ  ૪૬૭૬ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાથી કુલ ૪૦૦૪  વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

આ સાથે નવસારી જિલ્લામાં સામાન્ય પ્રવાહની ૧૩૬ શાળામાંથી ૪૭ શાળાઓએ ૧૦૦% પરિણામ હાંસલ કરેલ છે જેમાં ૬૨ વિધાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને નવસારી જિલ્લાની વિજ્ઞાન પ્રવાહમાં ૭૨  શાળામાંથી ૮ શાળાઓએ ૧૦૦% પરિણામ હાંસલ કરેલ છે જેમાં A1 ગ્રેડ ધરાવતા વિધાર્થીઓની સંખ્યા ૬૨ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૪મા લેવાયેલ પરીક્ષાના ઉત્કૃષ્ટ પરિણામ બદલ, નવસારી જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

[wptube id="1252022"]

One Comment

  1. **mitolyn**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button