
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આહવા-ડાંગ દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમા, ડાંગ જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી કમલેશ પત્રેકરના માર્ગદર્શન હેઠળ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ શ્રીમતી નેહાબેન કાપડિયા દ્વારા સાત દિવસીય યોગ શિબિરનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
ગુજરાત સરકાર દ્વારા યોગનો વધુમા વધુ પ્રચાર પ્રસાર થાય, તેમજ જન જન સુધી યોગનો લાભ જનતાને મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાર યોગ કોચની નિમણૂક કરવામા આવી છે. આ યોગ કોચ દ્વારા છેલ્લા એક મહિનાથી ડાંગ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમા યોગની ટ્રેનિંગ આપીને યોગ ટ્રેનરો તૈયાર કરવામા આવી રહ્યા છે. આ પછી યોગ ટ્રેનરો યોગ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા આપી પ્રમાણપત્ર મેળવી સ્વરોજગાર (માનદ વેતન) પણ મેળવી શકે છે.
જિલ્લાના તમામ યોગ વર્ગોનુ સંચાલન ડાંગ જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી કમલેશ બી. પત્રેકર દ્વારા કરવામા આવી રહ્યુ છે. યોગ ટ્રેનર બનવુ હોય તેઓએ કોઓર્ડિનેટરનો સંપર્ક કરી શકે છે. તેમનો સંપર્ક નંબર : 90166 23827 છે.









