
24 ફેબ્રુઆરી 2024
હર્ષલ ખંધેડિયા :- જામનગર
સોલીડારિડાડ સંસ્થા દ્વારા અમલિકૃત અને નાયરા એનર્જી કંપનીના સામાજીક વિકાસની જવાબદારીઓ અંતર્ગત ચાલતા ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા અને લાલપુર તાલુકાના ૧૫ જેટલા ગામોના ૧૭ જેટલા ખેડૂતોને મોર્ડન ફાર્મ ની મુલાકાત કરાવી ખેતીને પુનર્જીવિત કરવા બાબતે તાલીમ આપવામાં આવી.જામનગર જીલ્લા ના લાલપુર અને ખંભાળિયા તાલુકાના ૨૭ જેટલા ગામોમાં કાર્યરત સોલિડારીડાડ સંસ્થા દ્વારા પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત રીજનએગ્રીના ઉદ્દેશ્યથી કાર્ય કરવામાં આવી રહ્યા છે જે કાર્યક્રમ અંતર્ગત આજે લાલપુર તાલુકાના મીઠોઇ ગામમાં નરેન્દ્રસિંહ વાળા ના ફાર્મ ઉપર પુનર્જીવિત ખેતીની તાલીમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં બંને તાલુકાના ૧૫ ગામોમાંથી ૧૭ જેટલા પસંદગીના ખેડૂત આગેવાનો એ ઉપસ્થિત રહી રીજનએગ્રી ની માહિતી મેળવી અને રીજનએગ્રી સાથે મોર્ડન ફાર્મ બનાવવા 

બાબતે તાલીમ મેળવી.આ તાલીમની શરૂઆત માં સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર શ્રી કુમાર રાઘવેન્દ્ર દ્વારા ખેડૂતોનું શાબ્દિક સ્વાગત કરી સાથે સોલીડારીડાડ સંસ્થાનો પરિચય અને આજની તાલીમનો હેતુ જણાવવામાં આવેલ.ત્યારબાદ સંસ્થાના આ.પ્રો.મેનેજર રાજકુમાર દ્વારા ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ બાબતે લોકોને માહિતી આપતા જણાવેલ કે ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમની જરૂરિયાત અને રીજનએગ્રી બાબતે લોકોને માહિતગાર કર્યા ખેતીને પુનર્જીવિત કરવા બાબતે તેના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી.સંસ્થાના આ.પ્રો. મેનેજર પુરષોત્તમ સાહેબ દ્વારા પુનર્જીવિત ખેતી ની જરૂરિયાત અને તેના મહત્વ બાબતે માહિતી આપતા તેમાં કરવામા આવતા કાર્યો અને તેના પરિણામોની પ્રાથમિક માહિતી આપતા કેમિકલ યુક્ત ખેતી જૈવિક ખેતી અને પુનર્જીવિત ખેતી ના તફાવતો સમજાવતા વિવિધ ખેતી પદ્ધતિઓના નામ અને તેના મુખ્ય હેતુઓ બાબતે આવેલ. કાર્યક્રમને આગળ વધારતા ખેતિવાળી ના નિષ્ણાંત અને ક્રાંતિ બાયો ગેસ્ટરના પ્રણેતા અને’ ખાતરનું કારખાનું ખેતર નાં શેઢે’ સૂત્ર આપનાર માધવજીભાઈ સાવલીયા દ્વારા કેમિકલ મુક્ત ખેતી અને તેના વિકલ્પો આપતા ખાતર દવાઓ સાથે જૈવિક ખેતી કરવાની જરૂરિયાત ખેડૂતના મિત્ર બેક્ટેરિયાની માહિતી કુદરતી અને જૈવિક પદ્ધતિઓ દ્વારા કીટ નિયંત્રણ ખેતીમાં ઓર્ગેનિક કાર્બન નું મહત્વ તેની જરૂરિયાત અને વધારવાના ઉપાય બાબતે માહિતી આપતા છોડને જરૂરી પોષક તત્વોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.. ત્યારબાદ ફાર્મમાં લગાવેલા ડેમો અને ખેતીને પુનર્જીવિત કરવા માટે ના વિવિધ અખતારાઓની માહિતી મેળવવા અને વિગતવાર સમજવા ખેડૂતો અને અધિકારીઓ દ્વારા ફાર્મમાં મુલાકાત કરી હતી. સોલિડારીડાડ સંસ્થા દ્વારા લગાવવામાં આવેલ ઓટોમેટિક વેધર સ્ટેશન ની માહિતી આપતા પુરષોત્તમ સાહેબ દ્વારા જણાવ્યું કે આ મશીન દ્વારા હવામાનની માહિતી પવનની ગતિ વરસાદની આગાહી જમીનમાં રહેલ ભેજ અને તાપમાન ના મળતા આંકળાની માહિતી ના આધારે તેનું વિશ્ર્લેષણ કરીને પ્રોજેક્ટ ના ગામોના અંદાજીત 3000 જેટલા ખેડૂતોને એક એપ્લીકેશનના માધ્યમ થી વોઇસ અને ટેક્ષ એડવાઈજરી આપવામાં આવેછે જે ભવિષ્યમાં ખેડૂતોને ખુબજ ઉપયોગી થશે અને આ એડવાઈઝરી માટે ખેડૂતોની સંખ્યા વધતી જાય છે..ત્યારબાદ સંસ્થાના એડવાઇજર અને કૃષિ નિષ્ણાંત ડો. જે એન નારિયા સાહેબ દ્વારા કુદરતી કીટ નિયંત્રણ બાબતે માહિતી આપવામાં આવેલ જેમાં ફાર્મ માં લગાવેલ સોલાર ટ્રેપ ફેરોમન ટ્રેપ યલો સ્ટીકિ ટ્રેપ બર્ડ સ્ટેન્ડ અને સેઢા પાળે પંખીઓને બેસવા વૃક્ષોના વાવેતર સાથે ચકલીના માળા પીવાના પાણીના કુંડા પણ ઉપિયોગી છે એવું જણાવતા ખેતીમાં જૈવ વિવિધતા ના યોગદાન બાબતે પણ ચર્ચા કરી. ક્રાંતિ બાયોગેસ્ટર ના ઉત્પાદક અને કૃષિ નિષ્ણાત માધવાજીભાઈ સાવલીયા દ્વારા ક્રાંતિ બાયોગેસ્ટર ની ઉપયોગિતા અને આ મોડેલ ને ખેતર માં લગાવવાના ફાયદાઓ અને તેની કાર્ય પ્રણાલી બાબતે વિગતવાર સમજણ આપવામાં આવેલ. સોલિડારીડાડ સંસ્થા ના ફિલ્ડ સુપરવાઈઝર વ્રજલાલ રાજગોર દ્વારા વર્મી કમ્પોસ્ટ યુનિટ અને એઝોલા યુનિટ ની વિગતવાર માહિતી આપવામા આવેલ જેમાં અળસિયા ના ખાતર અને એઝોલાનું મહત્વ તેમને બનાવવાની રીત તેમનાથી થતા ફાયદા અને તેમની જાળવણી અને ઊપયોગ માં લેવાની બાબતો વિશે ખાસ ચર્ચા કરી હતી. મોર્ડન ફાર્મ ના માલિક અને જાગૃત ખેડૂત એવા નરેન્દ્રસિંહ વાળા દ્વારા તેમના ખેતરમાં ઉપયોગ લેવામાં આવતા વિવિધ જૈવિક દવાઓ જેવીકે પંચપર્ણી અર્ક આદુ અને લસણની પેસ્ટ નીમાસ્ત્ર ખાટી છાસ ગૌમૂત્ર જીવામૃતના વિવિધ ઉપયોગ અને તેને બનાવવાની રીતો અને ઉપયોગમાં લેવાની વિધિવત માહિતી આપવામાં આવી હતી.. સોલિડારીડાડ સંસ્થા ફિલ્ડ કોડીનેટર સોંયબ અલી અને ઉદયભાઈ જાદવ દ્વારા વિવિધ પ્રકારના કમ્પોસ્ટ ખાતરો અને ડી કમ્પોઝર ની માહિતી આપતા ડી કંપોસ્ટ યુનિટ અને કંપોસ્ટ પિટ ની મુલાકાત કરાવી હતી. કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જતા સંસ્થાના ફિલ્ડ કોડીનેટર ભૂમીબેન સોલંકી દ્વારા ખેડૂતો સાથે ચર્ચા વિચારણા કરી આગામી સમયમાં ૧૫ ગામોમાં આવા મોર્ડન ફાર્મ બનાવવા ખેડૂતો ની સહમતી અને પૂર્વ તૈયારીઓની ચર્ચા વિચારણા કરવામાં આવી કાર્યક્રમ ના અંતે આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કાર્યક્રમનું સંચાલન અને સંકલન વ્રજલાલ રાજગોર દ્વારા કરવામાં આવેલ જેમાં સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર કુમાર રાઘવેન્દ્ર અને નાયરા કંપની ના સામાજીક દાયતત્વ ના મેનેજર શ્રી અવિનાશ રાવલ સાહેબ અને નાયરા સી.એસ.આર ટીમનું માર્ગદર્શન ખુબજ ઉપયોગી રહ્યું. એવું એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું..









