DAHODFATEPURA

ફતેપુરા પોલીસ દ્વારા નગરમાં ફૂટ પેટ્રોલિંગ યોજી સાંતી સમિતિની બેઠકનું આયોજન કરાયું.

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

ફતેપુરા પોલીસ દ્વારા DYSP ડી.આર. પટેલ ના અધ્યક્ષસ્થાને અને ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઈ. જે.બી. તડવી ની આગેવાની હેઠળ આગામી તહેવારો જેમ કે ગણેશ ચતુર્થી, ઈદ-એ-મિલાદ, ગણેશ વિસર્જન. વગેરે તહેવારોને અનુલક્ષીને ફતેપુરા નગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન ફતેપુરા ગ્રામપંચાયતના પટાંગણમાં સાંતી સમિતિની બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ ફતેપુરા નગરના હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. વધુમાં DYSP પટેલે જણાવ્યું હતું કે હિન્દૂ,મુસ્લિમ કોમ વચ્ચે સદભાવ નું વાતાવરણ જળવાઈ રહે, કોમી એકતા અને ભાઈચારા થી તમામ તહેવાર ઉજવાય એવું dysp દ્વારા જણાવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button